ગુજરાતમાં અહીં 1500 વર્ષ પહેલા સ્વંયભૂ પ્રગટ થઇ’તી આ મૂર્તિ, રોચક છે ઇતિહાસ

Please log in or register to like posts.
News

કચ્છની ભૂમીમાં છે આ માતાજીનું મંદિર, ગુજરાત,રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લોકો આવે છે દર્શનાર્થે

કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાક ધર્મસ્થળ છે, અહિં બિરાજમાન દેશ દેવી દિન દયાળી માઁ આશાપુરાના દર્શને લાખો ભક્તો આવે છે. મંદિરમાં રહેલી માઁની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ હતી. મઢમાં માઁના સ્થાપત્ય અંગે અનેક દંત કથાઓ રહેલી છે. કહેવાય છે કે, કચ્છની ધનીયાણીમાઁ આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલા થયું હતુ. અહિ વ્યાપાર માટે આવેલા એક વાણીયાને સ્વયંમ માતાજીએ સ્વપ્નમાં આવી અહિ મંદિરનું નિર્માણ કરવા કહ્યું હતું.

એક દંત કથા મુજબ કચ્છની ભૂમી પર આજથી દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામે મારવાડથી એક વાણીયો વેપાર કરવા માટે આવ્યો હતો. કચ્છમાં તે વ્યાપાર કરવા માટે ફરી રહ્યો હતો. વ્યાપાર કરતા કરતા તે જ્યાં હાલ માતજીનું સ્થાનક છે ત્યા આવી પહોચ્યો. અને તે સમયે આસો મહિનાની નવરાત્રીનો સમય ચાલી રહ્યો હતો. માટે અહિ વાણીયો માતાજીની ભક્તિભાવથી આરાધના કરવા લાગ્યો હતો. નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરીને વાણીયો આખો દિવસ માતાજીની ભક્તિમાં લીન રહેતો હતો. માતાજી તેની ભક્તિથી પ્રભાવીત થયા અને તેને પ્રશન્ન થયા અને કહ્યું હુ તારી ભક્તિથી પ્રસન્ન થઇ છું અને તુ આ જગ્યા પર એક મંદિરનું નિર્માણ કરાવી તેના મુખ્યદ્વાર છ મહિના સુધી બંધ રાખજે.

વેપારી વાણીયો માતાજીના કહ્યા પ્રમાણે મંદિર બનાવી, પોતે મંદિરના દ્વાર પાસે બેસીને રખેવાળી કરવા લાગ્યો, મંદિરની રખેવાળી કરતા કરતા લગભગ પાંચ મહિના જેટલો સમય થયો અને એક દિવસ વાણીયાને મંદિરના મુખ્ય દ્વારની પાછળથી ઝાજર અને ગીતોનો આવાજ સંભળાય છે. માતજીએ કરેલી વાતને ભૂલી મંદિરના દ્વાર ખોલી વાણીયો અંદર પ્રવેશ કરે છે. મંદિરના દ્વાર ખોલતાની સાથે વાણીયાને અલૌકિક અહેસાસ થાય છે. અને માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવીમાઁની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે.

માતાની મૂર્તી સાત ફૂટ ઉંચી છે. અને અર્ધ શરીર તથા સાત આંખવાળી છે.

વેપારી માતજીના દર્શન કરવા માટે જાય છે. ત્યા તેને માતાજી દ્વારા કરાયેલી વાત યાદ આવે છે. તેણે માતાજી દ્વારા આપવામાં આવેલા સમય પહેલા જ મુખ્યદ્વાર ખોલી દીધો હતો. જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનુ નિર્માણ થયું હતું. વાણીયો તેની ભૂલ સ્વીકારીને માતાજીના ચરણોમાં પડ્યો માતાજીએ તેનીભૂલ માફ કરીને તેને ઘરે દિકરાનો જન્મ થશે તેવું વરદાન આપ્યું અને ત્યારથી માતાજી લોકોની આશા પુરી કરે છે.

ભક્તોની આશાપુરી કરે છે એટલે માતાજીને આશાપુરા તરીકે ઓળખાય છે.

માઁએ વાણીયાની આશા પુરી કરી અને અને તેને પુત્રરત્ન પ્રાપ્ત થયો એટલે આશાપુરી કહેવાયા માતાની મૂર્તી સાત ફૂટ ઉંચી છે. અને અર્ધ શરીર તથા સાત આંખવાળી છે. અનેક ભક્તોની આશાપુરી કરે છે એટલે માતાજીને આશાપુરા તરીકે ઓળખાય છે. અને કચ્છમાં માતાના મઢ તરીકે તેમનું સ્થન સમગ્ર ગુજરાત અને રાજસ્થાન સહિત દેશમાં જાણીતું છે.

કચ્છમાં માતાના મઢ તરીકે તેમનું સ્થન સમગ્ર ગુજરાત અને રાજસ્થાન સહિત દેશમાં જાણીતું છે.

1500 વર્ષ પહેલા અહિ સ્વયં પ્રગટ થઇ માતાજીની મૂર્તિ, અર્ધશરીરમાં બિરાજમાન

કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાક ધર્મસ્થળ છે,

અહિં બિરાજમાન દેશ દેવી દિન દયાળી માઁ આશાપુરાના દર્શને લાખો ભક્તો આવે છે. મંદિરમાં રહેલી માઁની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ હતી.

અહિ વ્યાપાર માટે આવેલા એક વાણીયાને સ્વયંમ માતાજીએ સ્વપ્નમાં આવી અહિ મંદિરનું નિર્માણ કરવા કહ્યું હતું.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.