જીવની અને દુનિયા ની 14 હકીકતો

Please log in or register to like posts.
News

01. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

02. પાંપણો પર જો પાળ બાંધી હોત ને સાહેબ , તો….આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

03. અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય ‘વા’ લાગતો નથી.

04. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે… સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સથિતિનું થાય છે.

05. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

06. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી “સાચી વાત” ઘરની બહાર નીકળે…… ત્યાં સુધીમાં તો “ખોટી વાતે” અડધી દુનિયા ફરી લીધી હોય છે..

07. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

08. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે…… દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો….

09. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

10. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે “જિંદગીના વૃક્ષ” પર કુહાડી ના વાર છે..!

11. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

12. કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને ‘ ખરાબ ‘ લાગશો, પણ ચીંતા ના કરશો… જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.

13. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

14. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.