મહિલાઓ અને પુરૂષો બંને માટે બેસ્ટ છે આ 13 ઉપાય, નબળું શરીર બનશે ઊર્જાવાન

Please log in or register to like posts.
News

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીરને ભોગવવી પડે છે. બેદરકારીને કારણે આજકાલ સ્ત્રી હોય કે પુરૂષ શરીરમાં પુષ્કળ નબળાઈ, અશક્તિ, આળસ જેવી સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે. જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ પગ પેસારો કરે છે. પરંતુ જો આખો દિવસ એકદમ ફ્રેશ રહેવું હોય તો ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. રોજ કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો તમે નબળાઈની સમસ્યાથી બચી શકો છો. જેના માટે આજે અમે તમને કેટલાક ખાસ ઘરેલૂ પ્રયોગ બતાવીશું, જેનો નિયમિત પ્રયોગ કરીને તમે નબળાં શરીરને શક્તિવર્ધક બનાવી શકો છો.

મધ અને હળદર:
1-1 ચમચી મધ અને હળદર પાઉડરને મિક્સ કરી રેગ્યુલર લેવાથી નબળાઈમાં ઝડપથી રાહત મળે છે

કેળા:
સવાર-સાંજ 2 કે 3 કેળાની સાથે એક ગ્લાસ દૂધ લેવાથી ફાયદો થાય છે

દાડમ:
દાડમની છાલને સુકવી પીસી લો. સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ

છુઆરા, કાજુ અને બદામ:
4-5 છુઆરા, 2-3 કાજુ અને 2 બદામને એક ગ્લાસ દૂધ માં ઉકાળી લો. તેમાં 2 ચમચી સાકર મિક્સ કરી રેગ્યુલર રાતે સુતા પેહલા પીવો

[widgets_on_pages id=”1″]

આમળા:
આમળાના પાઉડરમાં સાકર મિક્સ કરી પીસી લો. રોજ રાતે સુતા પેહલા એક આ મિશ્રણ ખાઓ

ઘી અને મધ:
ભોજન કર્યા બાદ 2 ચમચી ઘી માં 1 ચમચી મધ મિક્સ કરી ખાઓ

તજ:
એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી તજનો પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો.

ચણાની દાળ:
રાતે 6-7 ચમચી ચણાની દાળને એક એક ગ્લાસ કાચા દૂધમાં પલાળી દો. સવારે તેમાં 5-6 કિશમિશ મેઈ સાકર મિક્સ કરી ખાઓ

[widgets_on_pages id=”1″]

પાલક:
રોજ એક ગ્લાસ પાલક નો જ્યુસ પીવાથી બોડી ને ભરપૂર એનર્જી મળે છે

વરિયાળી:
વરિયાળી અને સાકરને બરાબર માત્રામાં મિક્સ કરી પાઉડર બનાવી લો. અને રેગ્યુલર ભોજન બાદ બે ચમચી ખાઓ

મુનક્કા:
10-15 મુનક્કાને ગરમ પાણીમાં ધોઈ રાતે પલાળી દો. સવારે તેનું પાણી પીવો અને દાણા ચાવીને ખાઈ લો

મેથી:
2 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં 5 કલાક પલાળી દો. પછી તેને ઉકાળી ગાળી લો. તેમાં 2 ચમચી મધ મિક્સ કરી પીવો

દ્રાક્ષ:
રેગ્યુલર ભોજન કર્યા બાદ એક કપ દ્રાક્ષનો જ્યુસ પીવાથી નબળાઈ દૂર થાય છે

સ્તોત્ર: દિવ્યભાસ્કર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.