આજ નું રાશિ ભવિષ્ય – તા: 11-1-2-18

Please log in or register to like posts.
News

આજે તમને કોઈ સારી આશા જન્માવે તેવો દિવસ છે અને તેમાં તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરી દો તો નવાઈ નહિ, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂની યાદોના સુખદ સ્મરણોથી આનંદ લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીન તક દેખાઈ શકે છે.

——————————————

તમારા સગાસ્નેહી, જૂના પરિચિત સાથે હરવા ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈ વાત પણ ક્યાંક રજૂ કરો તેવું સંભવિત છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો તેવું બની શકે છે.

——————————————

આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિક કે અધ્યાત્મિક વાતમાં રૂચી વધુ લો અને કોઈ જગ્યાએ ધાર્મિક બાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન કરો તેવી સંભાવના વધુ રહેલી છે, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે.

——————————————

આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામ પૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા જૂના કોઈ અટકેલા કામકાજમાં સમય ફાળવો તો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં લાભ સંભવિત બને શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહ આવે તેવી વાત બની શકે.

——————————————

આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો તેવા યોગ સંભવિત છે, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાય તો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવા મળી શકે છે.

——————————————

આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈ પણ પ્રકારનું મોટું જોખમ ના કરવું, પ્રિયજન સાથે ગેરસમજ ના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.

——————————————

આજે તમને કોઈ પણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગીવૃત્તિના બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.

——————————————

તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજૂ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવાની ખુશી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ સંભવિત બની શકે છે.

——————————————

આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જૂના મતભેદ થયા હોય તો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ સંભવિત બની શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.

——————————————

આજે કોઈ જૂની વાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટ કરનાર વ્યક્તિથી દૂર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિક અશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવું સલાહભર્યું છે.

——————————————

આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ તમે અન્યના સારા હિતમાં આપો તેવું પણ સંભવિત બને છે, વેપારના કામકાજમાં લાભની સંભાવના રહેલી છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળે તેવું પણ બની શકે છે.

——————————————

જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર, પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ સંભવિત છે, યુવાવર્ગ માટે લાભની વાત સંભાળવા મળી શકે છે.

——————————————

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.