in

10 વર્ષ જૂનું Windows 7 આજથી જ થઈ જશે બંધ, નહીં કર્યું આ એક કામ તો થઈ શકે છે આ મોટી તકલીફ

માઇક્રોસોફ્ટ આજે (14 જાન્યુઆરી, 2020)થી Windows 7નું સપોર્ટ બંધ કરી રહ્યું છે. આવનાર વર્ષોમાં માઇક્રોસોફ્ટ Windows 10 પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તેથી જ ગઈકાલથી Windows 7 પર ચાલતા પીસી અને લેપટોપમાં કોઈ નવી ફિક્સ, બગ ફિક્સ, સુરક્ષા પેચો મળશે નહીં.

Image result for window 7

Advertisements

આ સિવાય, તે માઇક્રોસોફ્ટ કસ્ટમર કેર દ્વારા કોઈ તકનીકી સપોર્ટ અવશ્ય આપશે નહીં. કહી દઈએ કે Windoes 7 વપરાશકર્તાઓને 22 ઓક્ટોબર 2009 ના રોજ ઉપલબ્ધ કરાયું હતુ.

માઇક્રોસોફ્ટ Windows 7નો ઉપયોગ કરી રહેલા વપરાશકર્તાઓને સૂચન કરે છે કે, ’10 વર્ષ બાદ Windows 7નો સપોર્ટ હવે પૂરો થઈ રહ્યો છે.’ માઇક્રોસોફ્ટે એમ પણ જણાવ્યું હતું કે અમને ખ્યાલ છે કે આ ફેરફાર મુશ્કેલ છે, તેથી અમે તમને મદદ કરવા માટે અહીં આવ્યા છીએ, જેથી તમે તમારી ફાઇલનો બેકઅપ લઈ શકો.

Image result for window 7

Advertisements

સપોર્ટ બંધ થયા બાદ માણસોએ ટ્વિટર પર વ્યથા જાહેર કરી છે, અને આ 10 વર્ષ જૂની ઓપરેટિંગ સિસ્ટમથી સંબંધિત યાદોને પોસ્ટ કરી છે.

માઇક્રોસોફ્ટ જણાવે છે કે વિસ્તૃત સપોર્ટ પૂરો થયા પછી કમ્પ્યુટર્સ કામ કરવાનું બંધ કરશે નહીં, પરંતુ વપરાશકર્તાઓને તેમાં સુરક્ષા મેળવવાનું સંપૂર્ણ બંધ થઈ જશે. આનો અર્થ એ કે Windows 7 પર ચાલતા ઉપકરણોમાં વાયરસ અને મેલવેરનું જોખમ ખૂબ વધશે.

Image result for window 7

Advertisements

કંપનીએ સુરક્ષા જોખમ અને વાયરસથી બચવા માટે વપરાશકર્તાઓને Windows 10માં અપગ્રેડ કરવાની સલાહ આપી છે. Windows 7 નો ઉપયોગ દેશના મોટાભાગનાં કમ્પ્યુટર અને એટીએમ મશીનોમાં થાય છે. આવી સ્થિતિમાં જો તે અપડેટ્સ પ્રાપ્ત કરવાનું બંધ કરે છે તો તે સુરક્ષા સમસ્યાઓનું કારણ બની શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ICICI ના જૂના CEO ચંદા કોચર ને વધુ એક ઝટકો, હવે બેંક રૂ. 12 કરોડનું બોનસ પાછું લેશે

IPL ના ક્રિકેટર પર જાતીય ટિપ્પણી કરનારને મળી એકદમ મોટી સજા, બે વર્ષ સુધી નહીં કરે આ કામ…