જાણો, સ્માર્ટફોનને લઈ મનમાં હોય છે આ 10 ખોટી માન્યતાઓ

Please log in or register to like posts.
News

સ્માર્ટફોન આપણી જિંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ આજે પણ તેને લઈ ઘણી ખોટી બાબતો આપણે સાચી માની લીધી હોય છે. આજે અમે તમને જણાવશું કે સ્માર્ટફોનમાં બેટરી, કેમેરા, પ્રોસેસર અને એપ્સ સાથે જોડાયેલી એવી બાબતો, જેને તમે સાચી માની લીધી છે પરંતુ તે ખરેખર સાચી નથી હોતી… જાણો સાચી બાબતો…..

પ્રોસેસર ડબલ રવાથી ફોનનું પરફોર્મન્સ ડબલ થઈ જાય છે –

સત્યઃ ફોનની ચીપ સિંગલ કોર કે ડ્યૂલ કોર કરવામાં આવે અથવા તો ક્વોડ કોર, ફોનના બાકી રિસોર્સેસી બદલવામાં ન આવે તો ફોનના પરફોર્મન્સ પર કોઈ ફરક પડતો નથી. આ તમામ કોરને એક જ બેટરી અને લિમિટેડ મેમરીથી કામ ચલાવવું પડે છે જેના કારણે તેની પરફોર્મન્સ ડબલ નથી થતું.

વધારે મેગાપિક્સલવાળા કેમેરાથી સારા ફોટો આવે છે –

સત્યઃ સામાન્ય રીતે સ્માર્ટફોન યૂઝર્સ વિચારે છે કે વધારે મેગાપિક્સલ હોવાથી સારી ક્વોલિટીના ફોટો મળે છે જે વાત ખોટી છે. ફોટોની ઈમેજ ક્વોલિટી કેમેરાની શટર સ્પીડ અને અપર્ચર પર નિર્ભર રહે છે નહીં કે મેગાપિક્સલ પર. વધારે મેગાપિક્સલથી ફોટોને મોટી શીટ કે પ્રિંટ કરી શકાય છે.

સ્માર્ટફોનમાં એન્ટી વાઈરસ અને માલવેયર નાંખવો જોઈએ-

સત્યઃ જો તેમે થર્ડ પાર્ટી અથવા તો અનઓર્થરાઈઝ્ડ સોર્સથી એપ ડાઉનલોડ કરો છો, ત્યારે જ તમારા ફોનમાં માલવેયર આવી શકે છે. એન્ડ્રોઈડ ડિવાઈસેસમાં ગૂગલ પ્લે સ્ટોરથી એપ ડાઉનલોડ કરવાથી તમારા ફોનમાં માલવેયર નથી આવી શકતો. જો તમે માત્ર ગૂગલ પ્લે સ્ટોર્સમાંથી એપ ડાઉનલોડ કરો છો તો તમારા ફોનમાં એન્ટી વાઈરસની કોઈ જરૂર રહેતી નથી.

ડિસ્પ્લે બચાવવા માટે સ્ક્રીન ગાર્ડ જરૂરી નથી –

સત્યઃ હવે લગભગ તમામ સ્માર્ટફોનમાં કોર્નિંગ ગરિલા ગ્લાસ અને સ્ક્રીન પ્રોટેક્શન ટેકનોલોજી સાથે આવે છે જે તમારા સ્માર્ટફોનની ડિસ્પ્લેને સુરક્ષા આપવા માટે સક્ષમ છે. તેની પર સ્ક્રીન પ્રોટેક્ટર લાગવવું જરૂરી નથી.

લોકલ ચાર્જરના ઉપયોગથી બેટરી ફાટી જાય છે-

સત્યઃ સ્માર્ટફોનમાં બેટરીમાં બ્લાસ્ટ થાવના ઘણા કારણો હોઈ શકે છે. લોકલ ચાર્જરનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનની ચાર્જિંગમાં સમય લાગી શકે છે પરંતુ તમારા ફોનની બેટરી ફાટી એટલે કે બ્લાસ્ટ થાય તે વાત સાચી નથી. જ્યાં સુધી ચાર્જર કામ કરી રહ્યું છે ત્યાં સુધી બેટરીને કોઈ નુકસાન નથી થતું, પછી ભલે તે ચાર્જર કોઈ પણ કંપનીનું હોય. એવું પણ બની શકે છે કે સ્માર્ટફોન સાથે મળેલું ચાર્જર ખરાબ હોય તો બેટરી પણ ખરાબ થઈ શકે છે.

એપ્સ બંધ કરવાથી ફોનનું પરફોર્મન્સ વધે છે-

સત્યઃ તમને ખ્યાલ જ હશે કે રીસેન્ટલી યૂઝ્ડ એપ, બેકગ્રાઉન્ડમાં નહીં પરંતુ રેમમાં સ્ટોર થાય છે એટલા માટે કે તમે તેનો ફરી ઉપયોગ કરી શકો. એટલા માટે રીસેન્ટલી યૂઝ્ડ એપને બંધ કરવાની જરૂર નથી કેમ કે તમારા ફોનના પરફોર્મન્સ પર કોઈ નેગેટિવ અસર નથી કરતી.

બ્લૂટૂથ કે વાઈ ફાઈ ઓન થવાથી બેટરી ખર્ચ થાય છે-

ફેક્ટઃ બ્લૂટૂથ કે વાઈ-ફાઈ જ્યાં સુધી ઉપયોગમાં હોય ત્યાં સુધી જ બેટરી ખર્ચ થાય છે. માત્ર ઓન રહેવાથી કોઈ બેટરી ખર્ચ થતી નથી.

સ્માર્ટફોનને ચુંબક પાસે રાખવાથી ડેટા રિમૂવ થઈ જાય છે-

સત્યઃ ફોનનો ડેટા મેમરી કાર્ડમાં સ્ટોર થાય છે. જો તમને લાગી રહ્યું છે કે ચુંબક પાસે રાખવાથી ડેટા રિમૂવ થાય છે તોએ તમારી ભૂલ છે.

આખી રાત ફોન ચાર્જ કરવાથી બેટરી ડેમેજ થાય છે-

સત્યઃ જો તમે આખી રાત મોબાઈલ ફોન ચાર્જ કરો છો તો બેટરી પર તેની કોઈ ફિઝિકલ અસર થતી નથી. તમારો સ્માર્ટફોન એટલો સ્માર્ટ હોય છે કે ફુલ ચાર્જ થયા બાદ તે કરંટ રિસીવ કરવાનું બંધ કરી દે છે.

Source: NavGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.